Mix Lentils Handvo / मिक्स दाल का हांडवा / મિક્સ દાળ નો હાંડવો


Ingredients / सामग्री / સામગ્રી - :

1) Rice / चावल / ચોખા - 1 Big Bowl

2) Chick Pea Lentils / चने की दाल / ચણા ની દાળ - 1 Small Bowl
3) Green Lentils / मूंग की दाल / મગ ની દાળ - 1 Small Bowl
4) Black Lentils / उरद की दाल / અડદ ની દાળ - 1 Small Bowl
5) Brown Lentils / मसूर की दाल / મસૂર ની દાળ - 1 Small Bowl
6) Pigeon Lentils / तूर की दाल / તુવેર ની દાળ - 1 Small Bowl
7) Masoor Lentils / मसूर की दाल / મસૂર ની દાળ - 1 Small Bowl
8) Grind Bottle Gourd / छिली हुई लौंकी / છીણેલી દૂધી - 1 Cup
9) Ginger, Garlic and Green Chili Paste /अदरक, लहसुन, हरी मिर्च की पेस्ट / આદુ,લસણ, લીલા 
    મરચાં ની પેસ્ટ - : 3 TSP
10) Turmeric / हल्दी / હળદર - 1 Small Spoon
11) Salt / नमक / મીઠું -  As per Taste 
12) Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - 2 TSP
13) Baking Soda / बेकिंग सोडा / બેકિંગ સોડા - 1 TSP
14) Sugar / सक्कर / ખાંડ - 1 TSP
15) Curd / दही / દહીં - 1 Small Cup
16) Mustard, White Sesame, Curry Leaves and Oil / सरसो, तिल, करि पत्ता, तेल /
     રાઈ, તલ, કઢી પત્તા, તેલ - For Fry



Preparation - : 

First, in a large bowl, take rice, Chick Pea lentils, Green gram, black lentils, Brown lentils and Pigeon lentils. Then wash all the ingredients with 2-3 water. Then add 2-3 glasses of water and let it soak for 6 hours. After 6 hours the lentils and rice will get soaked well, so take water out of it and dry it.

Then put 5 tablespoons of lentils - rice and a little curd in a mixer jar and grind them. Add water only when needed. Do not make the batter too thin. This is how to make a batter of all lentils and rice. Once it becomes better, cover it and leave it for 6-7 hours. After 6 to 7 hours it will have a good effect.



Then add the grated Bottle Gourd, ginger, garlic and chilli paste, turmeric, salt, sugar, red chili powder, 2 tablespoons oil and 1 tablespoon soda to the batter and stir well. In this way prepare the batter of the handway.

Then heat 3 tablespoons oil in a pan. After the oil is hot, add asafetida, mustard, curry leaves and sesame seeds. Then add 3 teaspoons of Handva batter. Cover for 5 minutes. After 5 minutes let it cook for 5 minutes from the other side. In this way let it cook well from both the sides. Handva is ready. Serve hot with garlic sauce, green sauce or tomato sauce

पद्धति - :

सबसे पहले, एक बड़े कटोरे के अंदर, चावल, चना दाल, मग दाल, उड़द दाल, मसूर दाल और तुवर दाल लें। फिर सभी सामग्रियों को 2-3 पानी से धो लें। फिर 2-3 गिलास पानी डालें और इसे 6 घंटे तक भीगने दें। 6 घंटे के बाद दाल-चावल अच्छी तरह से भीग जाएंगे, इसलिए उसमें से पानी निकालकर सूखा लें।

फिर एक मिक्सर जार में 5 बड़े चम्मच दाल - चावल और थोड़ा दही डालें और पीस लें। जरूरत पड़ने पर ही पानी डालें। बेटर को बहुत पतला न करें। इसी तरह से सभी दाल-चावल का बेटर बनाना है। एक बार जब यह बेटर बन जाए, तो इसे ढक दें और इसे 6-7 घंटे के लिए छोड़ दें। 6 से 7 घंटे के बाद इसमें अच्छा आथा आया होगा।




फिर बेटर में छिली हुई लौंकी, अदरक, लहसुन और मिर्च का पेस्ट, हल्दी, नमक, चीनी, लाल मिर्च पाउडर, 2 टेबलस्पून तेल और 1 टेबलस्पून सोडा डालकर अच्छी तरह से हिलाएं। इस तरह हांडवे का बेटर तैयार करें।

फिर एक पैन में 3 टेबलस्पून तेल गर्म करें। तेल गर्म होने के बाद हींग, राई, करी पत्ता और तिल डालें। फिर 3 चम्मच हांडवे का बेटर डालें। 5 मिनट के लिए ढककर रखें। 5 मिनट के बाद इसे दूसरी तरफ से 5 मिनट के लिए पकने दें। इस तरह से दोनों तरफ से इसे अच्छे से पकने दें। हाडवा तैयार है। गार्लिक सॉस, ग्रीन सॉस या टोमैटो सॉस के साथ गरमागरम परोसें



રીત -:

સૌ પ્રથમ એક મોટા બાઉલ ની અંદર ચોખા, ચણા ની દાળ, મગ ની દાળ, અડદ ની દાળ, મસૂર ની દાળ અને તુવેર ની દાળ લો. ત્યારબાદ બધી સામગ્રી ને 2 - 3 પાણી વડે ધોઈ લો. ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી ઉમેરી 6 કલાક માટે પલળવા દો. 6 કલાક પછી દાળ - ચોખા સારી રીતે પલળી ગયા હશે એટલે તેમાંથી પાણી નિતારી ને કોરા કરી લો.

તે પછી એક મિક્સર જાર માં 5 ચમચી દાળ - ચોખા અને થોડું દહીં ઉમેરી ને પીસી લો. જરૂર જણાય તો જ પાણી ઉમેરો. ખીરું ખુબ પાતળું કરવું નહિ. આ રીતે બધાજ દાળ - ચોખા નું ખીરું બનાવી લેવું. ખીરું બની જાય પછી તેને ઢાંકી ને 6 - 7  કલાક માટે આથો આવવા માટે મૂકી દેવું. 6 થી 7 કલાક પછી તેમાં સરસ આથો આવી ગયો હશે.



પછી ખીરું માં છીણેલી દૂધી, અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ, હળદર, મીઠું, ખાંડ, લાલ મરચું પાવડર, 2 ચમચી તેલ અને 1 ચમચી સોડા નાખી ને બરાબર હલાવો. આવી રીતે હાંડવા નું ખીરું તૈયાર કરવું.

તે પછી એક કઢાઈ માં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવું. તેલ ગરમ થઇ જાય પછી તેમાં હિંગ,રાઈ, કઢી પત્તાં અને તલ નાખો. પછી તેમાં હાંડવા નું ખીરું 3 ચમચી જેટલું પાથરવું. અને તેને ઢાંકીને ધીમી આંચ પર 5 મિનિટ સુધી થવા દેવું. 5 મિનિટ પછી તેને બીજી બાજુ થી પણ 5 મિનિટ સુધી થવા દો. આ રીતે બંને બાજુ થી સરસ રીતે થવા દો. તૈયાર છે હાંડવો. ગરમાગરમ સર્વ કરો લસણ ની ચટણી, લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે
#handvarecipe
#gujarati recipe

Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા